ખેલ-જગત
News of Tuesday, 10th July 2018

હાર્દિક પંડ્યાનું નામ હવે બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે જોડાયું

મુંબઈ :ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે અવાર નવાર કોઈને કોઈ અભિનેત્રીનું નામ જોડાતુ હોય છે. ત્યારે ફરીવાર તે એક અભિનેત્રીને લઈ ચર્ચાને ચકડોળે ચડ્યો છે. હાર્દિકનું નામ હવે બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે જોડાયુ છે એવી જાણકારી મળી છે કે, બંને એક બીજાની કંપની ઘણી પસંદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હાર્દિકનું નામ ઉર્વશી સાથે જોડાયુ હતુ.

(6:59 pm IST)