ખેલ-જગત
News of Monday, 10th June 2019

એડમ ઝમ્પા ભારત વિરૂધ્ધ વિશ્વકપ મેચમાં હાથ ગરમ કરવા ખિસ્સામા નાખી રહ્યો હતોઃ ઓસ્ટ્રેલીયન કેપ્ટન એરોન ફિન્ચનો આક્ષેપ

લંડન : ઓસ્ટ્રેલીયન કેપ્ટન એરોન ફિન્ચે કહ્યું કે, એડમ ઝમ્પા ભારત વિરૂધ્ધ વિશ્વ કપ મેચ દરમિયાન હાથ ગરમ કરવા માટે ખિસ્સામાં નાથી કર્યો હતો અને આ રીતે તેણે સોશિયલ મીડિયાની અટકળોને નકારી દીધી કે આ લેગ સ્પિનર બોલ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ઝમ્પાની કેટલીક તસ્વીરોમાં દેખાડવામાં આવ્યું કે, તે બોલિંગ કરતા પહેરા પોતાના ખિસ્સામાં હાથ નાખી રહ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બોલ ટેમ્પરીંગની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સાથે પાછલા વર્ષે થયેલો વિવાદનો પડછાયો હજુ પણ ઓસ્ટ્રેલીયન ટીમ પડેલો છે અને તેવામાં ફિન્ચે ભારત સામે મળેલા ૩૬ રનના પરાજય બાદ સ્પષ્ટીકરણ આપવું પડયું હતું. ફિન્ચે  પત્રકારોને કહયું, મેં તસ્વીરો જોઇ નથી પરંતુ હું જાણું છું કે તે હાથ ગરમ કરવા માટે પોતાના ખિસ્સામાં નાખી રહ્યો હતો. તે પોતાની પાસે 'હેન્ડ વાર્મર' રાખે છે. હું ખરેખર આ તસ્વીરો જોઇ નથી તેથી હું તેના પર વધુ ટિપ્પણી ન કરી શકું. પરંતુ તે સત્ય છે કે દરેક મેચમાં તેની પાસે 'હેન્ડ વાર્મર' હોય છે.

ઇગ્લેન્ડના પૂર્વ બેટસમેન કેવિન પીટરસને પણ ઝમ્બાનો બચાવ કર્યો. તેણે ટવીટ કહ્યું 'ઇંગ્લેન્ડમાં જયારે ઠંડી હોય છે તો દરેક ફિલ્ડીંગ કરવા સમયે પોતાના હાથ ગરમ કરવા માટે 'હેન્ડ વાર્મર'નો ઉપયોગ કરે છે.' દરેક સમયે પોતાના હાથ ખિસ્સામાં નાખીને રાખે છે. ઝમ્પા પણ તે કરી રહ્યો હતો. તેમાં કંઇ ખાસ નથી.

(5:29 pm IST)