ખેલ-જગત
News of Monday, 10th June 2019

સાનિયાએ પુત્ર સાથેનો ફોટો શેર કર્યો

ભારતની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. સાનિયાએ આ ફોટાને પોતાનો અત્યાર સુધીનો સૌથી સુંદર ફોટો ગણાવ્યો છે. ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલી આ તસવીરમાં સાનિયા મિર્ઝા પોતાના પુત્ર ઈઝહાન સાથે દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં સાનિયા મિર્ઝાના પુત્ર ઈઝહાનને લઈ એવો ક્રેઝ ચાલી રહ્યો છે, જેવો મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવા માટે છે.

(4:16 pm IST)