ખેલ-જગત
News of Monday, 10th May 2021

કોરોનાના કાળમાં શ્રીલંકાના ક્રિકેટરોની સેલરીમાં 35 ટકાનો ઘટાડો થવા સંભવ

ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં એક નવો કરાર જાહેર કરશે

નવી દિલ્લી: કોરોના સમયમાં સમાન્ય લોકોને તો અસર થવી સામાન્ય છે પરંતુ ક્રિકેટરોને પણ અસર થતી જોવા મળી હતી. કોરોના વાયરસની અસર ક્રિકેટ પણ સૌથી વધારે જોવા મળી રહી છે. કેટલીય મોટી-મોટી સિરીઝોને સ્થગિત કરવામાં છે. જેથી દુનિયાના દરેક ક્રિકેટ બોર્ડને મોટી માત્રામાં નુકશાન થઇ રહ્યું છે. ઈંગ્લેન્ડ. ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટઈંન્ડિઝ બાદ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યો છે. જેના કારણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પણ તેમના ખેલાડીઓની સેલરીમાં કાપ મુકી શકે છે.

શ્રીલંકા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશનું ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં એક નવો કરાર જાહેર કરશે, જેમાં ઘણા નવા ખેલાડીઓને કેન્દ્રીય કરાર મળશે. જો કે, આ કરારમાં ખેલાડીઓના પગારમાં મોટો ઘટાડો થશે. અહેવાલો અનુસાર, ખેલાડીઓના પગારમાં 35 ટકાનો ઘટાડો થઈ શકે છે.

 શ્રીલંકા ક્રિકેટના ટોચના કરાર મેળવનાર ખેલાડીને વાર્ષિક આશરે 95 લાખ રૂપિયા મળે છે. પરંતુ બાદ બાદ આ ખેલાડીઓને લગભગ 73 લાખ રૂપિયા મળશે. અહેવાલો અનુસાર, ગ્રેડ 2 ના ખેલાડીઓને 58 લાખ રૂપિયા અને ગ્રેડ 3 ખેલાડીઓને વાર્ષિક 44 લાખ રૂપિયા મળશે.

શ્રીલંકાની ક્રિકેટ ટીમ જુલાઈમાં ટીમ ઈન્ડિયા સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને ટી 20 સિરીઝ રમશે. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં. રવિવારે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સંકેત આપ્યો હતો કે ભારતની બી ટીમ શ્રીલંકા પ્રવાસ પર જશે.

(11:39 pm IST)