ખેલ-જગત
News of Friday, 10th May 2019

ઓબ્સ્ટ્રકિટંગ ધ ફીલ્ડ દ્વારા આઉટ થનાર બીજો ખેલાડી બન્યો અમિત મિશ્રા

ખલીલ અહેમદે થ્રો કરતાં મિશ્રા સ્ટમ્પની વચ્ચે આવી ગયો'તો

વિશાખાપટ્ટનમ : દિલ્હીનો સ્પિનર અમિત મિશ્રા આઇપીએલની ૧૨મી સીઝનના ઇતિહાસમાં ઓબ્સ્ટ્રકિટંગ ધ ફીલ્ડ (ફીલ્ડિંગમાં અવરોધ ઊભો કરવો) દ્વારા આઉટ જાહેર થનાર ફકત બીજો ખેલાડી બન્યો હતો. એલિમિનેટર મેચમાં દિલ્હીને જીતવા માટે ૩ બોલમાં ૨ રનની જરૂર હતી ત્યારે મિશ્રા ચીકી સિંગલ લેવા દોડ્યો ત્યારે સ્ટમ્પ પર થ્રો કરવા ઇચ્છતા ખલીલ અહમદનો રસ્તો અવરોધ્યો એથી અમ્પાયરે તેને ઓબ્સ્ટ્રકિટંગ ધ ફીલ્ડ રીતે આઉટ આપ્યો હતો.

આ પહેલાં ૨૦૧૩માં કલકતા-પુણે વોરિયર્યની મેચમાં યુસુફ પઠાન આ રીતે આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો હતો. આ સીઝનમાં બેટ્સમેન માંકડિંગ અને હિટ વિકેટ દ્વારા એક-એક વખત આઉટ થઈ ચૂકયા છે.

(2:46 pm IST)