ખેલ-જગત
News of Friday, 10th April 2020

૨૦૧૧ વર્લ્ડકપ પછી સચિન જે રીતે નાચ્યો હતો એ યાદગાર ક્ષણ હું કયારેય નહીં ભૂલુઃ હરભજન

નવી દિલ્હી તા૧૦: હરભજન સિંહે કહ્યુ કે એ વખતે મેં પહેલીવાર સચિનને બિન્દાસ નાચતા જોયો હતો. પહેલીવાર આજુબાજુના લોકોની પરવાહ કરવાને બદલે પોતાની મસ્તીમાં અને ખુશીમાં વ્યસ્ત એવા સચિનને મેં  જોયો હતો. મને યાદ છે, હું મેડલ પહેરીને જ રાતના સૂઇ ગયો હતો અને જ્યારે સવારે મેડલ પહેરી રાખીને જ ઉઠ્યો ત્યારે ઘણી સારી ફિલીંગ આવી રહી હતી. એ જીત એક એવુ સપનું હતુ જે અમે બધાએ સાથે મળીને જોયુ હતું. એ લાગણી ખરેખર અદભુત હતી. આજે પણ જ્યારે હું એ દિવસ યાદ કરું છુ મારા રુવાડાં ઉભા થઇ જાય છે.

(3:06 pm IST)