ખેલ-જગત
News of Wednesday, 10th February 2021

જો ભારત પિચને બદલે અખાડો બનાવે છે તો ટોસ પણ હારવા તૈવાર રહવુ પડશે, તે આગ સાથે રમવા જેવુ છેઃ પાકિસ્‍તાનના પૂર્વ કેપ્‍ટન રમીઝ રાજાએ ભારતીય ટીમ ઉપર નિશાન સાધ્‍યુ

કરાચી: ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની મજબૂત ટીમને ઇંગ્લેન્ડે તેની જ ધરતી પર ખરાબ રીતે હરાવી છે. ઇંગ્લેન્ડે ચેન્નાઈની ટર્નિંગ પિચ પર ભારતને 227 રનથી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીની ટીમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીઝ રાજાએ ભારતીય ટીમ પર નિશાન સાધતા કહ્યું છે કે જો તેઓ પીચને બદલે અખાડો બનાવશે તો તેમને આગ સાથે રમવાનું પડશે. રમીઝ રાજાએ તેની YouTube Channel પર કહ્યું, 'જો ભારત પિચને બદલે અખાડો બનાવે છે, તો ટોસ પણ હારવા માટે તૈયાર રહેવું પડશે. તે આગ સાથે રમવા જેવું છે.

રમીઝ રાજાએ ચેન્નાઈની પીચ પર મજાક ઉડાવતા કહ્યું કે, 'તે ચેન્નાઈની પાંચમાં દિવસની પિચ હતી, એવું લાગી રહ્યું હતું કે જાણે ત્યાં કોઈ રેસલર્સનો અખાડો ચાલી રહ્યો છે. ચેન્નઈની પિચ જોઈને એવું લાગ્યું કે તે બરાબર અખાડા જેવી છે. ભારતે એક મોટું જોખમ ઉઠાવ્યું છે.

રમીઝ રાજાના જણાવ્યા અનુસાર ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને હળવાશમાં લીધી. રમીઝ રાજાએ કહ્યું કે, 'ભારતે વિચાર્યું હશે કે જો આપણે ટોસ જીતી ગયા તો મેચને પોતાના હાથમાં છે. પરંતુ ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને શું શાનદાર બેટિંગ કરી છે. ઇંગ્લેન્ડ પહેલેથી જ સારી રીતે તૈયાર હતું. ભારત પ્રવાસ પહેલા તેણે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી. ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ પણ ફોર્મમાં છે.

રમીઝ રાજાએ કહ્યું, 'ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં મોટો સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ ભારત મેચમાંથી બહાર થઈ ગયું હતું. રમીઝ રાજાના ઇંગ્લેન્ડના સ્પિનરો ભારતના રવિચંદ્રન અશ્વિન કરતા ઓછા અનુભવવાળા બોલરો હતા, પરંતુ પિચને કારણે તે વધુ ખતરનાક બની ગયા. તમને જણાવી દઇએ કે ચેન્નાઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી જેક લીચે 6 વિકેટ લીધી હતી અને ડોમિનિક બેસે 5 વિકેટ લીધી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નઈમાં 13 ફેબ્રુઆરીથી રમાશે.

(5:09 pm IST)