ખેલ-જગત
News of Thursday, 8th February 2018

આગામી વર્લ્ડકપ ઈંગ્લેન્ડ જીતશ

ભારત અને કાંગારૂ કરતા પણ મજબૂત ટીમ : મેકગ્રા : છેલ્લા ૨૨માંથી ૧૯માં જીત મેળવી : ટીમ વિકસીત થઈ રહી છે

૨૦૧૯માં ઈંગ્લેન્ડની યજમાનીમાં થનારા વન-ડે વર્લ્ડ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બનશે? તો કેટલાક લોકો ઓસ્ટ્રેલિયા અથવા ભારત જેવી ટીમોને સંભવિત વિજેતા તરીકે ગણે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાનો આ મામલે મત અલગ છે. મેકગ્રાએ કહ્યું હતું કે, ૨૦૧૯ના વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની શકે છે, કારણ કે છેલ્લા બે વર્ષથી એણે જે પ્રકારનું પ્રદર્શન કર્યુ છે એ પ્રશંસનીય છે. તાજેતરમાં જ મેં ઈંગ્લેન્ડની વન-ડે ક્રિકેટમાં જે રમત જોઈ છે એ શાનદાર છે. જો એણે આવી જ રમતનું પ્રદર્શન કર્યુ તો ૨૦૧૯માં વર્લ્ડકપ જીતવાનું સૌથી મોટું દાવેદાર હશે. ઈંગ્લેન્ડે છેલ્લી બાવીસ મેચોમાં ૧૯માં જીત મેળવી છે. જો એ આવો જ લય જાળવી રાખે તો એને ઘરઆંગણે હરાવવુ મુશ્કેલ હશે.

મેકગ્રાએ ઈંગ્લેન્ડની ટીમને ચેતવણી પણ આપી હતી કે જો એની વર્લ્ડકપને લઈને યોજના શરૂ થઈ ગઈ હશે તો આ સમય પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનનો નથી. ઈંગ્લેન્ડ સામે પડકાર માત્ર સારા પ્રદર્શનને ટકાવવાનો નહીં પરંતુ આગામી ૧૨ મહિનામાં એમાં સુધારો પણ કરવાનો પણ છે. ટીમ જે પ્રકારે વિકસીત થઈ રહી છે એનાથી એવું લાગે છે કે એ કંઈક સારૂ કરશે. ઓઈન મોર્ગન પણ કેપ્ટન તરીકે કંઈક સારૂ જ કરશે. એવું લાગે છે કે ટીમમાં વાસ્તવિક આત્મવિશ્વાસ છે.

(12:51 pm IST)