ખેલ-જગત
News of Friday, 12th January 2018

ઓસ્ટ્રેલિયા ઓપન ક્વાલિફાયર રાઉન્ડમાં યુકી-રાજકુમારને મળી જીત

નવી દિલ્હી:ભારતના ટોચના ટેનીસ ખેલાડી યુકી ભાંબરી અને રાજકુમાર રામનાથે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાલીફાય રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી લીધી છે. જોકે, સુમિત નાગલ અને પ્રજ્ઞોશ ગુણેશ્વરે હારનો સામનો કરવો પડયો છે. 
ભાંબરીએ ક્વોલીફાય મેચમાં કેનેડાના બ્રેડલે સુનેરને ૧-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. હવે તેનો સામનો સ્પેનના કાર્લોસ ટોબેરનેર સામે થશે. જ્યારે રામનાથને અમેરિકાના બ્રાડલે ક્લાનને ૬-૭, ૭-૬, ૬-૨થી પરાજય આપ્યો હતો. જ્યારે સુમિત નાગલે ઈટાલીના અલેજાન્દ્રો જિયાંનેસ્સી સામે ૭-૬, ૩-૬, ૬-૩થી હારનો સામનો કરવો પડયો હતો. 

 

(4:34 pm IST)