ખેલ-જગત
News of Friday, 12th January 2018

પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ઇશાંત શર્માની તબિયત લથડી

નવી દિલ્હી:ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ કેપ ટાઉન ટેસ્ટમાં અમદાવાદના મીડિયમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ કેપ આપી હતી. જ્યારે ટીમમાં પેસ બોલર્સ તરીકે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને સમાવ્યા હતા. હવે એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ભુવનેશ્વર કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની નહતી. બુમરાહનું ડેબ્યુ નક્કી હતુ પણ ભુવનેશ્વરના સ્થાને ઈશાંતને તક આપવાની હતી. જોકે મેચના દિવસે સવારથી જ ઈશાંત બીમાર જણાતો હતો. તેને સખત માથુ દુ:ખાતુ હતુ અને તાવના લક્ષણો દેખાતા હતા. આ કારણે છેલ્લી ઘડીએ ઈશાંતના સ્થાને ભુવનેશ્વરને તક આપવામાં આવી હતી.

(4:36 pm IST)