ખેલ-જગત
News of Monday, 10th January 2022

ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓનું માસ્‍કડ ઈમોજી

નવીદિલ્‍હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે ટેસ્‍ટ પછી ત્રણ મેચની ODI શ્રેણી રમાશે. ટીમ ઈન્‍ડિયાએ ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. શ્રેયસ અય્‍યર, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્‍ટન સુંદર, ઈશાન કિશન અને પ્રખ્‍યાત કૃષ્‍ણાઓમાં સામેલ છે. હાલમાં જ શિખર ધવન અને સૂર્યકુમાર યાદવ ઈશાન કિશન અને ભુવનેશ્વર કુમાર સાથે જોવા મળ્‍યા હતા. ટીમ ઈન્‍ડિયાના વિકેટકીપર બેટ્‍સમેન ઈશાન કિશને ટ્‍વિટર પર એક ફોટો શેરી કર્યો છે. આમાં તેની સાથે શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્‍દ્ર ચહલ જોવા મળી રહયા છે. તમામ ખેલાડીઓ માસ્‍ક પહેરીને બેઠા છે. ઈશાને ફોટોના કેપ્‍શનમાં માસ્‍કડ ઈમોજી પણ બનાવ્‍યું છે

 

(4:17 pm IST)