News of Wednesday, 10th January 2018
રાહુલ દ્રવિડના પુત્રે સમિતે શાનદાર 150 રન અને સુનિલ જોશીના પુત્ર આર્યને 154 રન ફટકાર્યા
નવી દિલ્હી :ધ વોલ’ નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડના પુત્ર સમીત તેમના જ પગલે ચાલી રહ્યો છે. કર્નાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) ના અંડર-14 બીટીઆર કપમાં સમિતે માલ્યા અદિતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી વિવેકાનંદ સ્કૂલ વિરુદ્ધ શાનદાર સદી નોંધાવતા ટીમને 412 રનોથી વિશાળ જીત અપાવી હતી
રાહુલ દ્રવિડના પુત્ર સમિતએ શાનદાર 150 રન બનાવ્યા. જોકે આ મેચનો સર્વોચ્ચ સ્કોર પૂર્વ ભારતીય સ્પિનર સુનીલ જોશીના પુત્ર આર્યન જોશીના નામે રહ્યો. તેણે 154 રનોની ઇનિંગ બનાવી અને સમિત સાથે મળીને ટીમનો સ્કોર 5 વિકેટના નુકશાને 500 પહોંચાડ્યો. સમિત અ ને આર્યનની ઇનિંગ બાદ માલ્યા અદિતિ ટીમના બોલરોએ વિવેકાનંદ સ્કૂલને 88 રનો પર ઓલઆઉટ કરી દીધી.હતી
(1:09 am IST)