બિગ બેસ ટી-20 લીગની નવી ટીમમાં જોડાશે મોહમ્મ્દ નબી અને કેરોન પોલાર્ડ
નવી દિલ્હી:અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને વેસ્ટ ઇન્ડીઝના કેરોન પોલાર્ડ ઓસ્ટ્રેલિયાની બીગ બેસ ટી-૨૦ લીગ (બીબીએલ) ની આગામી સીઝનમાં મેલબોર્ન રેનેગેડ્સ તરફથી રમતા જોવા મળશે. જેના સિવાય વેસ્ટ ઇન્ડીઝના ડ્વેઈન બ્રાવો પણ પણ ૧૯ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બીબીએલ સીઝનમાં રેનેગેડ્સની તરફથી રમશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ગઈ સિઝનમાં મેલબોર્ન માટે સૌથી વધુ વિકેટ લેનાર વેસ્ટ ઇન્ડીઝના ઓફ સ્પિનર સુનીલ નારાયણ આ સીઝનમાં રમશે નહિ. તેમને લીગથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે.
મોહમ્મદ નબી આ વર્ષે ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રમ્યા હતા. તેમના સિવાય તેમના દેશના રાશીદ ખાન પણ આઈપીએલમાં રમ્યા હતા. આ બંને ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યા હતા.મોહમ્મદ નબી ૨૧ ડિસેમ્બરે હોબાર્ટ હરિકેંસની સાથે રમાવનારી મેચમાં ટીમની સાથે જોડાશે. લીગના અંતમાં તેમનું સ્થાન પોલાર્ડ લેશે. કેરોન પોલાર્ડ આ સમયે બીપીએલમાં રમી રહ્યા છે.