ખેલ-જગત
News of Saturday, 9th November 2019

ટી-૨૦ ચેઝ કરવામાં ભારત નંબર- વનઃ ૬૧ મેચોમાંથી ૪૧મા વિજયી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બીજી ટી- ૨૦ મેચ જીતીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરીને ઓસ્ટ્રેલિયાની ટીમને માત આપી છે. સૌથી વધારે ટી- ૨૦ મેચ ચેઝ કરવામાં ભારત નંબર-વન બન્યું છે. રેકોર્ડ પ્રમાણે ભારતને ટી-૨૦માં  ચેઝ કરેલી ૬૧ મેચમાંથી ૪૧ મેચ પોતાના નામે કરી છે. આ કારણસર ઓસ્ટ્રેલિયા બીજા ક્રમાંકે પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા ૬૯ મેચમાં ચેઝ કરીને ૪૦ મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ સાથે જ પાકિસ્તાન ૬૭ મેચ ચેઝ કરીને ૩૬ મેચ પોતાના નામે કરી ચૂકી છે. આ યાદીમાં પાકિસ્તાન ત્રીજા ક્રમાંકે છે.

(3:27 pm IST)