ખેલ-જગત
News of Saturday, 9th October 2021

ટી-20 વર્લ્ડ કપ: પાકિસ્તાન ટીમને મોટો ફટકો: શોએબ મકસૂદ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર

નવી દિલ્હી: 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડકપની હંગામા પહેલા પાકિસ્તાનની ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમના બેટ્સમેન શોએબ મકસૂદ પીઠની ઈજાના કારણે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને હજુ સુધી કોઈ ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાને 24 ઓક્ટોબરે ભારત સામે પ્રથમ મેચ રમવાની છે. પાકિસ્તાને શુક્રવારે પોતાની વર્લ્ડકપ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે, જેમાં પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ, વિસ્ફોટક બેટ્સમેન ફખર જમાન અને હૈદર અલીને ટીમમાં સામેલ કર્યા છે.

(5:19 pm IST)