ખેલ-જગત
News of Saturday, 9th October 2021

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સલાહકાર તરીકે નિયુક્ત એન્ડી ફ્લાવર

નવી દિલ્હી: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરને આગામી આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના પ્રમુખ અઝીઝુલ્લાહ ફાઝલીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમને આનંદ છે કે એન્ડી ACB માં જોડાયા છે. એન્ડીએ અમારા ઘણા ખેલાડીઓ સાથે વિવિધ ફ્રેન્ચાઇઝી લીગમાં કામ કર્યું છે અને વર્લ્ડ કપમાં તેનો વિશાળ અનુભવ છે. ટીમને મદદ કરવા માટે ફાયદાકારક અને ઉપયોગી સાબિત થશે.

(5:18 pm IST)