ખેલ-જગત
News of Saturday, 9th October 2021

રોનાલ્ડો પ્લેયર ઓફ ધ મન્થ જાહેરઃ રેકોર્ડ

નવી દિલ્હીઃ દિગ્ગજ ફૂટબોલર અને માન્ચેસ્ટર યુનાઇટેડના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને આ વખતે સપ્ટેમ્બરમાં પ્રીમિયર લીગનો 'પ્લેયર ઓફ ધ મન્થ' આપવામાં આવ્યો છે.  તેણે આ મામલે લિવરપૂલના સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહને પાછળ છોડી દીધો હતો.   જુવેન્ટસથી માન્ચેસ્ટર યુનાઇટેડ પરત ફર્યા બાદ, રોનાલ્ડોએ ફરી એક વખત પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું, ત્રણ મેચમાં ત્રણ ગોલ કર્યા.   રોનાલ્ડોનો આ પાંચમો 'પ્લેયર ઓફ ધ મન્થ' એવોર્ડ છે.  આ પુરસ્કાર માર્ચ ૨૦૦૮ પછી તેમનો પહેલો એવોર્ડ છે.  આ સાથે તેણે ભૂતપૂર્વ યુનાઇટેડ ખેલાડી વેઇન રૂનીના રેકોર્ડની પણ બરાબરી કરી હતી.

(12:00 pm IST)