ખેલ-જગત
News of Monday, 9th September 2019

નેશનલ કાર્ટિંગનો ખિતાબ જીત્યો ચેન્નાઈના નિર્મળ અને બેંગ્લુરુના રુહાને

નવી દિલ્હી: ચેન્નાઇના નિર્મલ ઉમાશંકર અને બેંગ્લોરના રૂહાન આલ્વાએ અનુક્રમે X-30 વર્ગમાં જેકે ટાયર-એફએમએસસીઆઈ નેશનલ કાર્ટિગ ચેમ્પિયનશીપના સિનિયર અને જુનિયર ટાઇટલ જીતવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેકેએનઆરસીમાં નિયમિતપણે ભાગ લેનારા નિર્મલે શનિવારે પાંચમા અને અંતિમ રાઉન્ડમાંથી કુલ 23 પોઇન્ટ એકત્રિત કર્યા અને સિનિયર કેટેગરીમાં કુલ 160 પોઇન્ટ સાથે જંગી અંતરથી વિજેતા જાહેર કરાયા. બેંગ્લોરના આદિત્ય સ્વામિનાથે બીજા અને દિલ્હીના દેબરુન બેનર્જીએ ત્રીજા ક્રમે નિર્મલ સાથે પોડિયમ વહેંચ્યું હતું. આદિત્યએ કુલ 101 પોઇન્ટ એકઠા કર્યા જ્યારે બેનર્જીના ખાતામાં 81 પોઇન્ટ થયા.મેકો કાર્ટોપિયામાં આ સપ્તાહના અંતે ખૂબ સરસ વાતાવરણ હતું. એક્સ -30 વર્ગનો અંતિમ તબક્કો ચાલી રહ્યો હતો અને જેકે ટાયરે એફએમએસસીઆઈ નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશીપના સોડી જુનિયર અને સોદિ સિનિયર વર્ગ માટે ક્વોલિફાય કરવાનું શરૂ કર્યું હતું. બધાની નજર ગર્લ્સ  ટ્રેક પ્રોગ્રામ પર હતી. દિલ્હી, ચેન્નાઈ અને કોઇમ્બતુર ઉપરાંત નેપાળના ચાર ડ્રાઇવરો હતા. કેટલાક 8 વર્ષના બાળકોએ પણ મોટરસ્પોર્ટ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, જ્યારે કેટલાક કિશોરો અને 20 થી 30 વર્ષની વયની મહિલાઓએ પણ રેસ માટેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

(6:11 pm IST)