ખેલ-જગત
News of Monday, 9th September 2019

ધોની પ્રોપર સેન્ડ- ઓફનો હકદાર છેઃ અનિલ કુંબલે

નવીદિલ્હીઃ ટેસ્ટની એક ઇનિંગમાં તમામ ૧૦ વિકેટ લેવાની વિરલ સિધ્ધિ મેળવનાર અનિલ કુંબલેનું માનવું છે કે સિલેકટરોએ ધોનીના યોગદાનને ધ્યાનમાં રાખીને તેની સાથે વાતચીત કરીને તેને ફેરવેલ મેચ રમવાનો મોકો આપવો જોઈએ. તે ફેરવેલ મેચનો હકદાર છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કુંબલેએ કહ્યું કે 'હું શ્યોર નથી, પણ મારા મતે રિષભ પંતે વિકેટકીપર-બેટ્સમેન તરીકે જોરદાર દાવેદારી નોંધાવી છે. ખાસ કરીને ટી૨૦ ફોર્મેટમાં. સિલેકટરોએ ધોની સાથે વાતચીત કરીને તેને ફેરવેલ મેચ રમવાનો મોકો આપવો જોઈએ. તે એનો ચોક્કસ હકદાર છે. પંતના પર્ફોર્મન્સમાં કયારેક નિરંતરતા જોવા મળતી નથી. જોકે આ નિર્ણય સિલેકટરોએ લેવાનો છે. જો ધોની ટી૨૦ વર્લ્ડ કપ ટીમના પ્લાનમાં સામેલ હોય તો તેને દરેક ગેમમાં રમાડવો જોઈએ.'

(4:21 pm IST)