ખેલ-જગત
News of Monday, 9th September 2019

ટી-૨૦ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત : ભારતીય ટીમનો ગ્રુપ-એમાં સમાવેશ

ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો સામનો ૨૧ ફ્રેબુઆરીના યજમાન ઓસ્ટ્રેલિયાથી થશે.

મુંબઈ : આગામી આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરી છે. થાઈલેન્ડ અને બાંગ્લાદેશના રવિવારે ટુર્નામેન્ટ માટે ક્વોલીફાઈ કરવાની સાથે જ આ વર્લ્ડ ફ્લેગશીપ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બધા દેશોના નામ નક્કી થઈ ગયા છે.

બાંગ્લાદેશની મહિલા ટીમે સ્કોટલેડમાં આયોજીત ક્વોલીફાઈ ઇવેન્ટમાં જીત પ્રાપ્ત કરી અને હવે તે વર્લ્ડ કપ માટે ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમો છે.

બીજી તરફથી ૧૨ વર્ષ પહેલા પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી થાઈલેન્ડની ટીમે વર્લ્ડ કમ માટે ક્વોલીફાઈ કરી ઈતિહાસ રચ્યો છે. આ ટીમને ગ્રપ-બીમાં ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને પાકીટનની સાથે રાખવામાં આવી છે.

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૦ લોકલ આર્ગનાઈજિંગ સમિતિના સીઈઓ નીક હાકલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, 'અમે ઓસ્ટ્રેલિયામાં થનારા આ વૈશ્વિક આયોજનમાં બાંગ્લાદેશ અને થાઈલેન્ડનું સ્વાગત કરીએ છે. અમને આશા છે કે, બધી ટીમોને ઓસ્ટ્રેલિયામાં ખુબ પ્રેમ અને સમર્થન મળશે.

થાઈલેન્ડની ટીમ ક્વોલીફાઈર ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી પરંતુ તેને બાંગ્લાદેશ સામે ૭૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે થાઈલેન્ડની ટીમ પોતાની પ્રથમ મેચમાં ૨૨ ફ્રેબુઆરીના વેસ્ટ ઇન્ડીઝ ટીમનો સામનો કરશે.

બીજી તરફ બાંગ્લાદેશ ટીમનો સામનો વર્તમાન ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયાથી થશે. આ મેચ ૨૭ ફ્રેબુઆરીના રમાશે. વેસ્ટ ઇન્ડીઝમાં ૨૦૧૮ માં આયોજીત છેલ્લા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોમાં ટોપ-૮ ટીમોને આગામી વર્લ્ડ કો માટે ઓટોમેટીક ક્વોલિફિકેશન મળ્યું હતું.

ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો સામનો ૨૧ ફ્રેબુઆરીના યજમાન ઓસ્ટ્રેલિયાથી થશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેલબોર્નમાં ૮ ,માર્ચના રમાશે. આ દિવસ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે તરીકે મનાવવામાં આવે છે.

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં પુરુષ ટી-૨૦ વર્લ્ડ કપ પણ રમાવવાનો છે, જેમાં ૧૬ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધી રમાશે. તેમાં ભારતને પોતાની પ્રથમ મેચ ૨૪ ઓક્ટોબરના સાઉથ આફ્રિકા સામે રમવાની છે અને તેજ દિવસે ટુર્નામેન્ટની ઉદ્ઘાટન મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો પાકિસ્તાનથી થશે.

(2:02 pm IST)