ખેલ-જગત
News of Monday, 9th September 2019

એશીઝ સીરીઝમાં ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૧૮૫ રનથી હરાવ્યું : સિરીઝમાં 2-1ની લીડ

એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ઓસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લેન્ડને ૧૮૫ રનથી હરાવી દીધું હતું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ સીરીઝમાં ૨-૧ ની લીડ બનાવી લીધી છે. આ જીત બાદ હવે એશીઝ ઓસ્ટ્રેલિયાની પાસે જ બરકરાર રહેશે. ઇંગ્લેન્ડ હવે જો પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જીતી જશે તો તે માત્ર સીરીઝ ૨-૨ થી બરાબરી કરી શકે છે, પરંતુ તે ઓસ્ટ્રેલિયાથી એશીઝ ટ્રોફી પ્રાપ્ત કરી શકશે નહીં.

   આ અગાઉ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગના ૪૯૭ ના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૩૦૧ જ બનાવી શકી હતી. આવી રીતે ઓસ્ટ્રેલિયાને તેમની પ્રથમ ઇનિંગના ૧૯૬ રનની લીડ પ્રાપ્ત થઈ હતી. પ્રથમ ઇનિંગમાં લીડ પ્રાપ્ત કરનાર ઓસ્ટ્રેલીયન ટીમે પોતાની બીજી ઇનિંગમાં છ વિકેટે ૧૮૬ રન બનાવી ડિક્લેર કરી દીધી હતી.

   ઓસ્ટ્રેલિયાએ મહેમાન ટીમને તેમની બીજી ઇનિંગમાં જીત માત્ર ૩૮૩ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ આ ટાર્ગેટના જવાબમાં ૯૧.૩ ઓવરમાં ૧૯૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને આવી રીતે ઓસ્ટ્રેલિયાએ ૧૮૫ રનથી ચોથી ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી હતી.

આ અગાઉ ઇંગ્લેન્ડે ટી-બ્રેક બાદ છ વિકેટે ૧૬૬ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. યજમાન ટીમે જોશ બટલરના રૂપમાં પોતાની સૌથી કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી. જોશ બટલરને જોશ હેઝલવુડે બોલ્ડ કર્યા હતા. જોશ બટલરે ૧૧૧ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૩૪ રન બનાવ્યા હતા. જોસ બટલરની વિકેટ ૧૭૨ ના સ્કોર પર આઉટ થયા હતા. જોશ બટલરના આઉટ થયા બાદ યજમાન ટીમે ૧૭૩ ના સ્કોર પર જોફ્રા આર્ચર (૧) ના રૂપમાં આઠમાં, ૧૯૬ ના સ્કોર પર જૈક લીચ (૧૨) ના રૂપમાં નવી અને ૧૯૭ ના રૂમાં ક્રેગ ઓવરટન (૨૧) ના રૂપમાં પોતાની ૧૦ મી વિકેટ ગુમાવી દીધી હતી.

(11:45 am IST)