ખેલ-જગત
News of Friday, 9th July 2021

ભારત પોતાની સૌથી મોટી શુટીંગ ટીમ ઉતારી રહી છે

નવી દિલ્હી, તા., ૯: આ વખતે ભારત પોતાની સૌથી મોટી શુટીંગ ટીમ ટોકયો ઓલમ્પીકમાં ઉતારી રહી છે. ભારતીય શુટરો ૧૭ જુલાઇએ ટોકયો પહોંચશે. આ પહેલા કોરોનાના કારણે ભારતીય શુટરોએ ક્રોએશીયાના જગરેબ ખાતે પોતાની ટ્રેનીંગ  શરૂ કરી હતી. ૧૬ જુલાઇએ તેઓ ત્યાંથી ટોકયો રવાના થશે. સુત્રોના જણાવ્યા મુજબ ભારતીય શુટરોને ટોકયોમાં ૩ દિવસ કવોરન્ટાઇન રહેવુ પડશે.

દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલમ્પીક સમીતી (આઇઓસી)ના અધ્યક્ષ થોમસ બોક ગુરૂવારે ટોકયો પહોંચ્યા હતા. ૩ દિવસના કવોરન્ટાઇન પીરીયડ પછી તેઓ આયોજન સમીતીના સદસ્યો સાથે મહત્વની બેઠક કરશે. થોમસ બોકને મે મહિનામાં ટોકયો પહોંચવાનું હતું પરંતુ કોરોનાના કારણે તેમણે પોતાની મુસાફરી ટાળી દીધી હતી.

(3:48 pm IST)