ટેનિસ કોર્ટને નુકસાન કરવા બદલ સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સને 10 હજાર અમેરિકન ડોલરનો દંડ ફટકારાયો
અમેરિકાની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ પર 10 હજાર અમેરિકન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેરેનાએ વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન દરમ્યાન ટેનિસ કોર્ટને નુકસાન પહોંચાડ્વા બદલ આ દંડ ફટકારાયો છે .
અમેરિકન ખેલાડી પર આ દંડ ઓલ ઈંગ્લેન્ડ ક્લબ તરફથી લગાવવામાં આવ્યો છે. સાતવાર વિમ્બલ્ડન ચેમ્પિયન રહી ચૂકેલી સેરેનાએ કાર્લા સુઆરેઝ નવારોને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા કરી હતી આ વર્ષની આ તેની છઠ્ઠી ટુર્નામેન્ટ છે.
ઈટલીના ફેબિયો ફોગ્નિની પર પણ 3000 ડોલરનો દંડ ફટકાર્યો હતો. તેમણે કહ્યુ હતુકે, ત્રીજા તબક્કામાં હારનો સામનો કરતાં તેઓ આશા રાખી રહ્યા હતા કે, વિમ્બલ્ડન પર કોઈ બોમ્બ પડી જાય
ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિક કીરિયોસ પર પહેલા તબક્કામાં 3000 અને બીજા તબક્કામાં 5000 ડોલરનો દંડ ફટકાર્યો હતો. આ બંને દંડ તેની ઉપર ખેલ ભાવના ન દર્શાવવાને કારણે લગાવવામાં આવ્યા હતો.