ખેલ-જગત
News of Monday, 9th July 2018

T20 : ધોનીની નવી સિદ્ધિ :50 કેચ કરનારો પહેલો વિકેટકીપર બન્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બ્રિસ્ટલમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધની ત્રણ ટી20 મેચોની સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં નવી સિદ્ધિ હાંસેલ કરી છે. આ તેની 93મી ટી20 ઈન્ટરનેશનલ મેચ છે. રવિવારે તેણે દીપર ચહરની બોલિંગ પર જેસન રોયનો કેચ કરીને આ ‘હાફ સેન્ચુરી' પુરી કરી. બીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝના દિનેશ રામદીન છે જેણે 34 કેચ પકડ્યા છે.

(12:50 pm IST)