ખેલ-જગત
News of Saturday, 9th June 2018

રાફેલ નડાલ ૧૧મી વાર ફ્રેન્ચ ઓપનમાં તાજને જીતવા તૈયાર

પોટ્રોને સીધા સેટોમાં સરળતાથી હાર આપી દીધી : રવિવારના દિવસે થીમ સામે નડાલની ફાઇનલ મેચ હશે

પેરિસ,તા. ૮ : પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોના વર્ગની સિગલ્સ ફાઇનલ મેચ સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલની ટક્કર ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ સામે થશે. નડાલ રેકોર્ડ ૧૧મી વખત ફ્રેન્ચ ઓપનમાં પુરૂષ સિગલ્સ તાજ જીતવા માટે મેદાનમાં ઉતરનાર છે. ક્લે કોર્ટના કિંગ તરીકે ગણાતા નડાલે સેમીફાઇનલ મેચમાં ડેલ પોટ્રો પર સીધા સીટોમાં ૬-૪, ૬-૧ અને ૬-૨થી જીત મેળવી હતી. આ મેચ બે કલાક અને ૧૪ મિનિટ સુધી ચાલી હતી. ડેલ પોટ્રો પ્રથમ સેટમાં લડાયક દેખાઇ રહ્યો હતો પરંતુ ત્યારબાદ તેની રમત નબળી હતી. તે નડાલની શક્તિશાળી રમત સામે ટકી શક્યો ન હતો. નડાલ ફરી એકવાર જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિકને હાર આપીને મોટો અપસેટ સર્જનાર ઇટાલીના મંર્કો ચેચેહિનાટો સેમીફાઇનલમાં થીમ સામે હારી ગયો હતો. થીમ પ્રથમ વખત ગોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી ગયો છે. થીમે ચેચેહિનાટોને ૭-૫, ૭-૬, ૬-૧થી હાર આપી હતી. આ મેચ બે કલાક અને ૧૭ મિનિટ સુધી ચાલી હતી. પ્રથમ બે સેટમાં ઇટાલીના ખેલાડીએ શાનદાર રમ રમી હતી. પુરૂષોના વર્ગમાં રાફેલ નડાલે આગેકુચ જારી રાખી છે.  ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી હતી. જો કે તેના પડકારનો હવે અંત આવી ગયો છે.  આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે.પુરૂષોના વર્ગમાં નડાલને ટક્કર આપવા માટે કોણ ખેલાડી રહે છે તે બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. નડાલ ફ્રેન્ચ ઓપનમાં દસ વખત વિજેતા બની ચુક્યો છે. તેનુ ફ્રેન્ચ ઓપનમાં એક ચક્રિયી શાસન હજુ સુધી જારી રહ્યુ છે. વિમ્બલ્ડનમાં સફળતા હાંસલ કરનાર પણ ફ્રેન્ચ ઓપનમાં ફ્લોપ સાબિત થયા છે. પુરૂષોના વર્ગમાં રોમાંચ હવે વધી રહ્યો છે.  આ વખતે સૌથી નિરાશા પુરૂષોના વર્ગમાં નોવાક જોકોવિક હારી જતા થઇ છે. તે છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં ચાલી રહ્યો નથી.નડાલ ના ફોર્મને જોતા ટેનિસ નિષ્ણાંતો માની રહ્યા છે કે તે સરળતાથી ફાઇનલ મેચ જીતી જશે. તે પોટ્રો સામે જે રીતે રમી રહ્યો હતો તે શ્રેષ્ઠ રમત હતી.બાજી બાજુ પ્રથમ વખત ગ્રાન્ડ  સ્લેમની ફાઇનલમાં પહોંચેલા થીમને પોતાની કુશળતા સાબિત કરવાની અને મોટો અપસેટ સર્જવાની તક રહેલી છે. નડાલ પર તમામ ટેનિસ ચાહકોની નજર હવે કેન્દ્રિત થઇ ગઇ છે. નડાલ ઓલ ટાઇમ મહાન ખેલાડીમાં પહેલાથી જ જોડાઇ ચુક્યો છે.

(12:53 pm IST)