ખેલ-જગત
News of Saturday, 9th June 2018

સુનિલ છેત્રીએ ગોલ કર્યો છતા ટીમ હારી ગઈ : ટુર્નામેન્ટમાં છ ગોલ ફટકાર્યા

ભારતીય ફૂટબોલ ટીમ ન કરી શકી હેટ-ટ્રીક

ભારતીય ફૂટબોલ ટીમ ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ગુરૂવારે જીતની હેટ-ટ્રીક ચૂકી ગઈ હતી. અંધેરીમાં આવેલા મુંબઈ અરીના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારતને ૨-૧થી હરાવ્યુ હતું. કેપ્ટન સુનિલ છેત્રીએ પહેલો ગોલ ફટકાર્યો હતો છતાં ટીમ હારી ગઈ હતી. સુનિલે શાનદાર પ્રદર્શન કરતા ચાર દેશોની આ ટુર્નામેન્ટમાં કુલ છ ગોલ કર્યા છે.

(12:51 pm IST)