ખેલ-જગત
News of Friday, 9th April 2021

નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખશો તો તે શરીરના સ્વાસ્થ્ય માટે સારૃઃ હાર્દિક

કોઈકને કોઈક એકટીવીટીમાં ભાગ લેવો જ જોઈએ

નવીદિલ્હીઃ ભારતના અને મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વ પર પોતાના વિચાર પ્રગટ કર્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સના ટ્વિટર-હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં હાર્દિક  કહ્યું કે જ્યારે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મને ખબર પડી કે તમારા જીવનમાં કેવા પ્રકારના દબાણ સામેલ થઈ શકે છે. સ્વાભાવિક રીતે એ તમારા જીવનને બદલી નાખે છે અને વ્યકિતગત રીતે તમારે એમાંથી બહાર આવવાની જરૂરિયાત ઊભી થાય છે. એ વખતે મને ખબર પડી કે માનસિક સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે. મારા પરિવારનું એમાં ઘણું મોટું શ્રેય છે. સારી ફિટનેસ મેળવવા તમે પોતે સુનિશ્ચિત કરો કે કોઈક ને કોઈક એકિટવિટીમાં ભાગ લેશો. આ ઘણું મહત્ત્વપૂર્ણ છે. જો તમે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખશો તો એ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણું સારૃં રહેશે.

(3:02 pm IST)