ખેલ-જગત
News of Friday, 9th March 2018

BCCIના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ટીમ ઇન્ડિયાના ધુંવાધાર ક્રિકેટરની સેલેરીમાં 1300 ટકાનો ઉછાળો

ગ્રેડ સી માંથી સીધો જ ગ્રેડ A +માં સામેલ કરતા સેલેરી શિખરે પહોંચી

 

નવી દિલ્હી :બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં સામાન્ય રીતે સેલેરી વધારેથી વધારે 20 ટકા અથવા 30 ટકા વધતી હોય તેમ મનાય છે પરંતુ ટીમ ઇન્ડિયાના ધુંવાધાર બેટ્સમેનની સેલેરીમાં 1300 ટકાનો વધારો થયો છે જેનું નામ છે ક્રિકેટર શિખર ધવન

  બીસીસીઆઈએ પોતાના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં શિખર ધવનને ગ્રેડ સીથી સીધો ગ્રેડ A+માં શામેલ કર્યો છે. શિખર ધવનને પાછલા વર્ષે ગ્રેડ Cમાં 50 લાખ રૂપિયા મળતા હતા. જ્યારે હવે શિખરને 7 કરોડ રૂપિયા મળશે.આમ સેલેરીમાં સીધો 1300 ટકાનો વધારો થયો છે.ધવનને વર્ષે સારા પરફોર્મન્સનું ઈનામ મળ્યું છે.જયારે ધવનને C કેટેગરીમાં શામેલ કરવામાં આવ્યો  હતો તે સમયે ધવનનું પરફોર્મન્સ અપેક્ષા મુજબનું નહોતું. પરંતુ પાછલા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ધવનના પ્રદર્શનમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે,

   2017 ચેમ્પિયન્સ ટ્રોફી માટે કે.એલ રાહુલની પસંદગી થઈ હતી,પરંતુ ઈજાના કારણે તે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો હતો તેના સ્થાને શિખર ધવનને તક મળી હતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારા પ્રદર્શન બાદ તેને ટેસ્ટ ટીમમાં પણ શામેલ કરવામાં આવ્યો હતો જે બાદ શ્રીલંકા સામે સદી ફટકારીને તેણે ટીમમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.

   કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે શિખર ધવન પાસે ટેકનીકલી મજબૂત બેટ્સમેન નથી.પરંતુ પોતાના સારા સ્ટ્રોકપ્લે અને મજબૂત માનસિકતાને કારણે શાનદાર બેટ્સમેન બન્યો છે. હાલમાં શ્રીલંકા સામે ચાલી રહેલી ટી20 સિરીઝ માટે ધવનને વાઈસ કેપ્ટન બનાવાયો છે. કેટેગરી A+માં શિખર ધવન ઉપરાંત વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. તો ગ્રેડ Aમાં અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, એસ.એસ ધોની અને રિદ્ધિમાન સાહાનું નામ શામેલ છે.

(11:07 pm IST)