ખેલ-જગત
News of Friday, 9th March 2018

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રૂ.૩૪ કરોડનો ફલેટ ખરીદી લીધો

મુંબઇઃ ગયા વર્ષે જ લગ્નગ્રંથીથી જોડાયા બાદ ક્રિકેટર Virat Kohli અને અભિનેત્રી અનુષ્કા શર્મા બંનેએ લગ્ન કરી પોતાનું ઘર વસાવી લીધું છે. બંને લગ્ન બાદ મુંબઈમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ પણ થઈ ચુક્યું છે. લગ્ન બાદ બંને પોતાના નવા ઘરમાં રહેવા ગયા છે. બંનેએ મુંબઈમાં દરિયા કિનારે પોતાનું ઘર લીધું છે.

બંનેનું ઘર ખુબ જ શાનદાર છે. તાજેતર, પોતે વિરાટ કોહલીએ પોતાના સી ફેસિંગ હાઉસની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. લેવામાં આવેલી આ સેલ્ફીમાં વિરાટ કોહલી પોતાના ઘરની બાલકનીમાં દેખાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં બંને પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. આ ઘરને બંનેએ બે વર્ષ પહેલા ખરીદ્યું હતું. પરંતુ હવે લગ્ન બાદ તે આ ઘરમાં રહેવા આવ્યા છે. જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘરની કિંમત લગભગ ૩૪ કરોડ છે.

(8:17 pm IST)