News of Friday, 9th March 2018
ઝિમ્બાબ્વેના બોલર બ્રાયન વિટોરીની બોલીંગ એકશન રીજેકટ : આઈસીસીએ સસ્પેન્ડ કર્યો
દુબઈ : આઈસીસીએ ઝિમ્બાબ્વેના સીમ બોલર બ્રાયન વિટોરીને ગેરકાયદે બોલીંગ - એકશન બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કર્યો છે. આ સસ્પેન્શન તાબડતોબ લાગુ પડે એ રીતે છે.
૨૮ વર્ષના આ લેફટ આર્મ પેસ બોલર વિરૃદ્ધ વર્તમાન વર્લ્ડકપ કવોલીફાયરમાં નેપાળ સામેની મેચ દરમિયાનની બોલીંગ - એકશન બાબતમાં વાંધો ઉઠાવ્યો હતો અને આઈસીસી મેચરેફરીને અહેવાલ આપ્યો હતો.
(11:17 am IST)