ખેલ-જગત
News of Thursday, 8th March 2018

ઇન્ડિયન વેલ્સના પહેલા રાઉન્ડમાં શારાપોવાને મળી હાર

નવી દિલ્હી: રશિયાની મારિયા શારાપોવા બીએનપી પરીવાસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ત્રણ વર્ષમાં પહેલી વાર રમતા પહેલા રાઉન્ડમાં જાપાનની નાઓમી ઓસાકા સામે 4-6,4-6થી હરિ ગઈ હતી. ટુર્નામેન્ટને દુનિયા 41માં નંબરની ખેલાડી શારાપોવા પહેલા બે વાર જીતી ચુકી છે.

શારાપોવા પહેલા સેટમાં 1-4થી પાછળ હતી પછી 4-4થી બરાબરી કરવામાં સફળ રહી હતી. પણ દુનિયાની 44માં નંબરની ખેલાડી ઓસાકાએ પોતાની સર્વિસ બચાવીને સ્કોર 5-4કર્યો અને જીત મેળવી લીધી હતી.

(5:38 pm IST)