ખેલ-જગત
News of Thursday, 8th March 2018

ભારતીય હોકી ટીમના આ પૂર્વ કોચ હવે આપશે પાકિસ્તાન ટીમને કોચિંગ

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમના પૂર્વ કોચ રોલેન્ટ ઓલ્ટમેન્સ હવે અઢી વર્ષ સુધી પાકિસ્તાની ટીમને કોચિંગ આપશે, તેને પાકિસ્તાન પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઓલ્ટમેન્સ ભારતીય હોકી ટીમ સાથે ચાર વર્ષ સુધી કામ કર્યું છે. તે પહેલા અઢી વર્ષ સુધી પર્ફોમન્સ નિર્દેશક હતા અને ત્યાર પછી 2015 થી 2017 સુધી ટીમના મુખ્ય કોચ હતા. ઓલ્ટમેન્સે ટ્વિટર દ્વારા વાતની જાહેરાત કરી છે કે તેને પાકિસ્તાન હોકી ટીમના મુખ્ય કોચ માટે નિકયુક્ત કરવામાં આવ્યો છે.

(5:37 pm IST)