ખેલ-જગત
News of Thursday, 8th March 2018

વિરાટે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશીપમાં રમવું જોઈએ : કપિલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યુ હતું કે આગામી ઓગષ્ટમાં ભારતની ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરનાર છે ત્યારે આ સિરીઝ અગાઉ વિરાટ કોહલીએ ત્યારે આ સિરીઝ અગાઉ રમવુ જોઈએ જેથી ત્યાંના વાતાવરણમાં સેટ થઈ જાય.કપિલે કહ્યુ હતું કે પ્રેકટીસ જ ખેલાડીને પરફેકટ બનાવે છે, ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં પ્રેકટીસની જરૂર છે. શ્રેષ્ઠ ક્રિકેટરનો માપદંડ છે કે તેણે તમામ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે, રિચડર્સ અને સુનિલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓ કોઈપણ પરિસ્થિતિમાં રન બનાવી શકતા હતા, વિરાટ એ હરોળમાં આવે છે અને તેણે વિશ્વની કપરી પરિસ્થિતિમાં પણ રન બનાવ્યા છે.

(11:23 am IST)