ખેલ-જગત
News of Saturday, 9th February 2019

બે ભાઈઓ સાથે રમે તો ટીમને લાભ

ભારતીય ટીમમાં અત્યારે હાર્દિક અને કૃણાલની જોડી રમી રહી છે : એ પહેલાં ઇરફાન અને યુસુફ પઠાણ પણ રમી ચૂકયા છે : અન્ય ટીમોમાં પણ આવા કિસ્સાઓ બન્યા છે

(બીપીન દાણી) બે ભાઈઓ (અથવા બે બહેનો)ની જોડી એક જ મેચમાં સાથે રમતી હોય તો તેમની ક્રિકેટ-કારર્કિદી વધારે જુસ્સાપ્રેરક બની શકે છે એવું જાણીતી મહિલા સ્પોર્ટ્સ સાઇકોલોજિસ્ટ વરડ્યાની ચિતળે-ગોરેનું (ઘણા રમતવીરો જોડે તેમણે કામ કર્યું છે) માનવું છે.

હાલમાં ન્યુ ઝીલેન્ડમાં હાર્દિક અને કૃણાલ પંડ્યાની જોડી આંતરરાષ્ટ્રીય મેચોમાં સાથે રમતાં ઝળકી રહી છે. ઇરફાન અને યુસુફ પઠાણ તથા મોહિન્દર અને સુરિન્દર અમરનાથ પણ ભારત વતી સાથે આંતરરાષ્ટ્રીય મેચો પહેલાં રમી ચૂકયા છે.

હાર્દિક કરતાં કૃણાલ બે વર્ષ મોટો છે. જોકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હાર્દિકે વહેલો પ્રવેશ કર્યો હતો. બે ભાઈઓ અથવા બે બહેનોની જોડી એક જ મેચમાં સાથે રમતી હોય ત્યારે તેઓ વચ્ચે કોઈ હરીફાઈ હોઈ શકે કે પછી બન્ને એકબીજાના પૂરક સાબિત થઈ શકે એવા પ્રશ્નના જવાબમાં સાઇકિયાટ્રિસ્ટ કહે છે, આવા કિસ્સાઓમાં બન્ને ખેલાડીઓએ એકબીજાના પૂરક બનવાનું જરૂરી બની રહેવું જોઈએ. આમાં બન્નેને લાભ છે અને તેમનો વિકાસ ઝડપી બની શકે છે.

સ્ટીવ અને માર્ક વો, ચેપલ બંધુઓ, એન્ડી અને ગ્રાન્ટ ફલાવર, મોર્કલ આના દાખલા છે. એવુ મનોવૈજ્ઞાનિકોએ અંતમાં જણાવ્યું હતું.(૩૭.૭)

(2:38 pm IST)