ખેલ-જગત
News of Saturday, 9th January 2021

ઓસ્ટ્રેલિયામાં નાશમાંધૂત દર્શકો દ્વારા બુમરાહ અને મહોમ્મદ સિરાજ પર રંગભેદી ટિપ્પણી :ગાળો આપી

કેપ્ટન અજિંક્ય રહાણેએ અમ્પાયરને આ વાતની ફરિયાદ બાદ ટીમ મેનેજમેન્ટે રેફરી સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી

સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે.સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન કેટલાક દર્શકોએ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ પર રંગભેદની ટિપ્પણીઓ કરી હતી. આ ઘટના બાદ ભારતીય ક્રિકેટ ટીમે ફરિયાદ દાખલ કરી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન નશામાં ધૂત કેટલાક દર્શકોએ મોહમ્મદ સિરાજને ગાળો બોલી હતી.

 કેપ્ટન અજિંક્ય રહાણેએ અમ્પાયરને આ વાતની ફરિયાદ કરી હતી પરંતુ હવે ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ઓફિશિયલ ફરિયાદ દાખલ કરી છે. ટીમના સૂત્રોએ જણાવ્યુ કે નશામાં ધૂત કેટલાક દર્શકોએ મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ પર ટિપ્પણી કરી હતી અને ગાળો બોલી હતી. ટીમના સુત્રો અનુસાર દર્શકોની કોમેન્ટ અપમાનજનક હતી. માત્ર મોહમ્મદ સિરાજ જ નહી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ દર્શકોએ ગાળો બોલી હતી.

ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર ટીમ ઇન્ડિયાના અધિકારી, આઇસીસી અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વાતચીત દરમિયાન ત્યા જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ હાજર હતા. મહત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયન ફેન્સ ઓસ્ટ્રેલિયામાં આવતી મહેમાન ટીમ પર દબાણ બનાવવા માટે અવાર નવાર આવી હરકતો કરતા રહે છે, જેથી તેનો ફાયદો મેદાન પર યજમાન ટીમ ઉઠાવી શકે. મોહમ્મદ સિરાજ મેદાનના રૈંડવિંક તરફ ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યા દર્શકોમાંથી કોઇએ ટિપ્પણી કરી હતી. રિપોર્ટ અનુસાર એક અન્ય ઘટનામાં જ્યારે મેચ રમાઇ રહી હતી ત્યારે ભારતીય સ્ટાફ બુમરાહ પાછળ બાઉન્ડ્રીની બહાર ઉભો હતો અને તેની સાથે વાત પણ કરી રહ્યો હતો.

(7:19 pm IST)