ખેલ-જગત
News of Saturday, 8th December 2018

પ્રો કબડ્ડી લીગ-6માં 100મી મેચમાં ગુજરાતની જીત: પ્લેઓફમાં બનાવી જગ્યા

નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગ 6 માં 100 મેચમાં ગુજરાત ફોરસિયું જાયન્ટસે તેલુગુ ટાઇટન્સને 29-27થી હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. પહેલા હાફમાં ગુજરાત પાસે 17-12 અંકની લીડ હતી પણ  બીજા હાફમાં તુલુગુએ જોરદાર વાપસી કરીને ગુજરાતને ટક્કર આપી હતી આ મેચમાં તેલુગુ ટીમના ખેલાડી રાહુલ ચૌધરીએ સીઝન 6માં 100 અંક પુરા કર્યા. ગુજરાતે અત્યારે સુધી 18 મેચમાં 13 મેચ જીતીને 73 અંક મેળવ્યા છે અને જોન એમાં તે ટોપ પર છે. ગુજરાતે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. બીજી ટીમ છે જેને પ્લેઓફમાં જગ્યા બનાવી છે આ પહેલા યુ મુંબા પ્લેઓફમાં પહોંચી છે. બીજી તરફ તુલુગુ 14 મેચમાં આઠ મેચ હારી છે અને સ્કોર બોર્ડમાં તેને 34 અંક મેળવીને ચોથું સ્થાન મેળવ્યું છે.

(5:31 pm IST)