ખેલ-જગત
News of Friday, 8th October 2021

આઇપીએલની ચેન્‍નઇ સુપર કિંગ્‍સ અને પંજાબ કિંગ્‍સ વચ્‍ચેની મેચ પૂર્ણ થયા બાદ ક્રિકેટર દિપક ચહરે સ્‍ટેડિયમમાં જ ગર્લફ્રેન્‍ડને પ્રપોઝ કર્યું

સ્‍ટેડિયમમાં બેઠેલા દર્શકો અને સાથી ક્રિકેટરોએ તાળીઓથી વધાવ્‍યા

નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ  પૂરી થતા જ દીપક ચહર સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેની ગર્લફ્રેન્ડ બેસેલી હતી. દીપક ચહરે દર્શકોની સામે જ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું.

 IPL ની 53 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં પંજાબને  CSK ને 6 વિકેટે હરાવ્યું. પરંતુ આ મેચમાં દીપક ચહરે બધાનું ધ્યાન ખેંચ્યું. દીપક ચહરે આ મેચ બાદ જ તેની ગર્લફ્રેન્ડ ને સ્ટેન્ડમાં પ્રપોઝ કર્યું હતું. આ ક્ષણ ખૂબ જ ખાસ હતી કારણ કે ચહરે જે છોકરીને પ્રપોઝ કરી હતી તેને બધાની સામે હા પાડી.

 દીપક ચહર કર્યું પ્રપોઝ

દીપક ચહરે મેચ બાદ જ સ્ટેન્ડમાં એક છોકરીને પ્રપોઝ કર્યું હતું. સમગ્ર વિશ્વએ આ વીડિયોને જોઈ રહ્યા છે. દીપક ચહરે દર્શકોની સામે જ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. તેની ગર્લફ્રેન્ડે પણ તરત હા પાડી દીધી. 

સોશિયલ મીડિયામાં વીડિયો મચાવી રહ્યો ધૂમ

દીપક ચહરે જ્યારે તેની ગર્લફ્રેન્ડ પ્લેઓફ ની મેચ સમયે પ્રપોઝ કરતા પહેલા તેને ધોની સાથે વાત કરી હતી. સોશિયલ મીડિયામાં દીપકના પ્રપોઝ ના વીડિયો ને લોકો શૅર કરી રહ્યા છે.સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ઓએ તાળીઓ પાડી....

(5:01 pm IST)