ખેલ-જગત
News of Monday, 8th October 2018

યૂથ ઓલમ્પિક ગેમ્સમાં નિશાનેબાજ તુષાર સાહુએ 10 મીટર એર રાઇફલમાં મેળવ્યું સિલ્વર

નવી દિલ્હી: ભારતના કિશોર નિશાનેબાજ તુષાર સાહુ માને હાલ ચાલી રહેલી યૂથ ઓલમ્પિક ગેમ્સમાં રવિવારે પુરૂષોની 10 મીટર એર રાઇફલ નિશાનેબાજી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. તુષાર ફાઇનવમાં 1.7 અંકથી ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો. ફાઇનલમાં તુષારે કુલ 247.5 અંક હાંસલ કરી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું.સ્વર્ણ પદક રસિયાના ગ્રિગોરી સામાકોવના નામે રહ્યો. તેણે કુલ 249.2 અંક હાંસલ કર્યા. ફાઇનવ મુકાબલામાં બે સ્ટેજ થયા. સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ સર્બિયાના અલેસ્કા મિટ્રોવિકના નામ રહ્યું. સર્બિયા ખેલાડીએ કુલ 227.9 અંક હાંસલ કર્યા. તુષાર સ્પર્ધામાં સામેલ એકમાત્ર ભારતીય નિશાનબાજ હતો. પહેલા ક્વોલિફિકેશન પ્રવાસમાં તુષારનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેણે કુલ 623.7 અંક હાંસલ કરી ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. ક્વોલિફિકેશનમાં શીર્ષ-8માં રહેનાર એથલીટ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરે છે. તુષારે ક્વોલિફિકેશનમાં 6 સીરીઝમાં કુલ 623.7 અંક હાંસલ કર્યા. તેણે પ્રથમ સીરીઝમાં 104.8, બીજી સીરીઝમાં 101.8, ચોથામાં 104.0, પાંચમાં 103.8 અમે છઠ્ઠી સીરીઝમાં 105.2 અંક હાંસલ કર્યાં.

 

(6:41 pm IST)