ખેલ-જગત
News of Wednesday, 8th August 2018

સેરેનાને સારી મમ્મી નથી બની શકતી એની ચિંતા

દીકરીના જન્મ બાદ ઘણા લાંબા સમય બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરનાર અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ રોજર્સ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચવા પાછળનાં અંગત કારણોનો ખુલાસો કર્યો છે. સેરેનાના મતે તે પોતાની દીકરી માટે સારી મમ્મી નથી બની શકતી એવા ડર સાથે જીવી રહી છે.

સેરેનાએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ દ્વારા આ ડર વિશે ફોડ પાડ્યો હતો. તેણે કહ્યું હતું કે શ્નગયું સપ્તાહ મારા માટે સરળ નહોતું. મને એવો ડર લાગી રહ્યો છે કે હું સારી મમ્મી નથી. મેં આ વિશે ઘણા લેખો વાચ્યા છે જેમાં જણાવાયું છે કે ઘણાને મમ્મી બન્યાનાં ત્રણ વર્ષ સુધી આવો ડર સતાવતો હોય છે. મને આ બધી વાતો હવે સાચી લાગે છે.

(1:57 pm IST)