News of Sunday, 8th July 2018
મહેન્દ્રસિંહ ધોનીને હેલીકૉપટર શોટ તેના ખાસ મિત્રએ શીખવાડ્યો
આવા યોર્કર બોલ પર સંતોષ થપ્પડ શોટથી સિક્સર મારી શકતો હતો
મહેન્દ્રસિંહ ધોનીને હેલીકૉપટર શોટ તેના ખાસ મિત્રએ શીખવાડ્યો હતો કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકોપ્ટર શોટ તેના ચાહકો માટે ટ્રીટ બની રહે છે. આ શોટ તેને તેના ખાસ મિત્ર સંતોષ લાલે શીખવાડ્યો હતો. આવા યોર્કર બોલ પર સંતોષ થપ્પડ શોટથી સિક્સર મારી શકતો હતો. સંતોષ, ધોની અને હેલિકોપ્ટર શોટની આ વાત તેના પર બનેલી બાયોપિકમાં પણ બતાવાઈ છે. સંતોષ 29 વર્ષની વયે દુનિયા છોડી ગયો હતો.
(6:17 pm IST)