ખેલ-જગત
News of Saturday, 8th June 2019

આ વર્લ્ડકપમાં બોલ વધારે સ્વિંગ થઈ રહ્યો છે : ટ્રેન્ટ બોલ્ટ

ઈનિંગની શરૂઆતથી જ બેટ્સમેન - બોલરોનો મુકાબલો જોવા મળે છે : અફઘાનની ટીમમાં પ્રભાવિત ખેલાડીઓ

ટોન્ટન : ન્યુઝીલેન્ડના ઝંઝાવાતી પેસબોલર ટ્રેન્ટ બોલ્ટ આ વખતના વર્લ્ડ કપમાં વાપરવામાં આવે રહેલા કૂકાબુરા બોલ (બોલ નો એક પ્રકાર)થી ઘણો ખુશ છે, કારણ કે આ પ્રકારના બળ વધારે લોસ હોય છે અને એની ગ્લોનેસ ને કારણે બોલ. વધારે સ્પિન થાય છે. વર્લ્ડ કપની આવનાર મેચ માં આ પ્રકારના બોલ વડે વધુ રોમાંચક મેચ જોવા મળવાની સંભાવના છે.

બેલ્ટના આ બાબતે વધુમાં કહેવું છે કે પહેલા બોલ જૂના થવા પર વધારે આધાર રાખતો હતો પણ હવે આ પ્રકારના બોલ હાથમાં રાખવા અને રમવા ગમે છે. આ વખતે બોલને અલગ રીતે પેઇન્ટ કરવામાં આવ્યા છે. જોકે દરેક ઇનિંગ વખતે નવા બોલ બોલર પાસેથી રિવર્સ સ્વિંગ ની તક જાણે છીનવી લીધી હોય એવું લાગ્યા કરતું હતું. આ વખતે ઇનિંગની શરૂઆતથી બેટ અને બોલ વચ્ચે સમાન મુકાબલો થાય છે. બે બાઉન્સર ને કારણે બોલરને ફાયદો થશે. અફઘાનિસ્તાન ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહી છે. તેની પાસે સારો ખેલાડી છે.

(2:38 pm IST)