ખેલ-જગત
News of Saturday, 8th June 2019

મુકાબલો મુશ્કેલ, પણ ભારત કાંગારૂઓને પછાડી શકે છે : સચિન

ટીમ ઈન્ડિયાના ટાઈગર્સનો કાલે ઓસ્ટ્રેલિયા સામે બીજો જંગ જામશે : બપોરે ૩ થી જીવંત પ્રસારણ : પિચમાં ઉછાળ જોવા મળશે : વિરાટ સેના પાસે કોઈપણ ટીમનો સામનો કરવાની તાકાત

લંડન : વિરાટ કોહલીની કેપ્ટન્સી મા ભારતીય ટીમે વિશ્વકપ ૨૦૧૯ની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને ૬ વિકેટથી હરાવી દીધું હતું. હવે ભારતીય ટીમનો બીજો મુકાબલો આવતી કાલે ઐતિહાસિક કેનિંગ્ટન ઓવનમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયન ટીમ જે પ્રકારે રમી રહી છે તે જોઈને લાગી રહ્યું છે કે ભારત માટે ઓસ્ટ્રેલિયા ને હરાવવા આસાન નહીં હોય.

ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ને લઈને ભારતીય ટીમને ખાસ સલાહ આપી છે.

સચિને કહ્યું ઓસ્ટ્રેલિયા સામે થનારી મેચ ભારતીય ટીમ માટે આસાન નહીં હોય. કાંગારૂ ટીમ અત્યારે સંતુલિત છે અને સતત જીતવા નાં કારણે તેનો આત્મવિશ્વાસ પણ ઊંચો છે આ સ્થિતિમાં તેને રોકવા મુશ્કેલ છે. કાંગારુ ટીમને ઓવલની પિચ ઘણી પસંદ આવશે કારણ કે આ પિચ પર બોલરોને વધારે પડતો ઉછાળ મળશે. ભારતીય ટીમમાં એટલી ક્ષમતા છે કે તે ઓસ્ટ્રેલિયાને હરાવી શકે.

તેંડુલકરે આગળ કહ્યું ભારતીય ટીમને પહેલી મેચ માં આફ્રિકા સામે જીત

મળે તેનાથી તેના આત્મવિશ્વાસ વધ્યો હશે. આ આત્મવિશ્વાસને કાંગારૂ સામે પણ જાળવી રાખવા પડશે. આ ટીમ સાથે મુકાબલો મુશ્કેલ હશે કારણ કે તેની ટીમ પણ સંતુલિત છે અને તેમનો આત્મવિશ્વાસ અલગ લેવલ પર છે.

સચિનના જણાવ્યા પ્રમાણે ભારતની ટીમ પણ ઘણી મજબૂત છે અને કોઇપણ  ટીમ નો સામનો કરવાની તેની પાસે તાકાત છે.

(2:37 pm IST)