ખેલ-જગત
News of Friday, 8th June 2018

જુનિયર બેડમિન્ટન સ્ટાર તસનીમ મીરની વિજયી કૂચ

રાજકોટ : અહિંના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત રાજયકક્ષાની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં બેડમિન્ટન સ્ટાર તશનીમ મીર અને માન્યા ઠાકરની જોડીએ ડબલ્સમાં અન્ડર-૧૫ ગર્લ્સમાં ૧૫-૨ થી અને બીજો સીંગલ્સનો મેચ તશનીમ મીરે ૧૫-૪થી આસાનીથી જીતી લીધો હતો. ઉલ્લેખનીય છે કે તશનીમ ભારત તરફથી રમી રહી છે અને તે મહેસાણા જિલ્લાના વતની છે.

(12:55 pm IST)