ખેલ-જગત
News of Friday, 8th June 2018

ન્યુઝીલેન્ડની ટીમના કોચે આપ્યુ રાજીનામુ : આવતા મહિને ટીમથી અલગ થશે

ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમના કોચ માઈક હેસને પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. તે જુલાઈના અંત સુધીમાં ટીમથી અલગ થઈ જશે. હેસન છ વર્ષ સુધી ન્યુઝીલેન્ડની ટીમ સાથે જોડાયા બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું હતું કે તે સતત ચાલતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી કંટાળી ગયો છે. હવે પોતાના બાળકો અને પત્નિ સાથે સમય વિતાવવા માગે છે. હેસનનો કોન્ટ્રેકટ ૨૦૧૯ વર્લ્ડકપ સુધીનો હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ તેમને વર્લ્ડકપ સુધી યથાવત રહેવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો  હતો, પરંતુ તેઓ માન્યા નહોતા. હેસને કહ્યું હતું કે આ કામમાં ૧૦૦ ટકા સમર્પણની જરૂર છે, પરંતુ અત્યારે હું જે રીતની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું એને જોતા આ કામ સાથે ન્યાય કરી શકુ એવી સ્થિતિમાં નથી.

(12:52 pm IST)