ખેલ-જગત
News of Friday, 8th June 2018

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ધોની કરી રહ્યો છે ડોગ્સ સાથે ટાઈમપાસ

ચેન્નઈની ટીમને ત્રીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવ્યા બાદ મહેન્દ્રસિંહ ધોની આજકાલ મળેલી રજાનો આનંદ ઉઠાવી રહ્યો છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પોતાના પેટ ડોટ્સ સાથે દેખાય છે. ધોનીએ હાથમાં કેમેરો પકડ્યો છે અને પોતાના ડોગ્સનો વિડીયો ઉતારી રહ્યો છે. ધોનીએ પોતાના ફિમેલ પેટ ડોગ સેમના નામનો ઉલ્લેખ કરીને લખ્યુ છે કે, તે મારી ફેવરીટ છે. તે આ વાત જાણે છે એથી બીજાને પરેશાન કરવાની છૂટનો ફાયદો ઉઠાવી રહી છે, ૩ જુલાઈથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ટી-૨૦ સીરીઝમાં ધોની ભારતીય ટીમ સાથે જોડાશે.

(12:52 pm IST)