News of Tuesday, 8th May 2018
IPL -2018 :કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સનો 15 રને શાનદાર વિજય :કેએલ રાહુલે અણનમ 95 રન ફટકાર્યા
PL-11ના 11મી સિઝનની 40મી મેચ આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલ મેચમાં રાજસ્થાન રોયલ્સનો 15 રને શાનદાર વિજય થયો છે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ કિંગ્સ ઈલેવન પંજાબને ફિલ્ડીંગ સોંપી હતી. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 158 રન બનાવ્યા. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ 20 ઓવરના અંતે 07 વિકેટના નુકશાને 143 રન જ બનાવી શક્યું.જોકે તમે કેએલ રાહુલ 70 બોલમાં શાનદાર 95 રન ફટકાર્યા હતા પરંતુ ટીમને વિજય અપાવી શક્યો નહોતો રાહુલ સિવાય એકપણ ખેલાડી 11 થી વધુ રન બનાવામાં નિષ્ફળ નીવડ્યા હતા શાનદાર બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સની શાનદાર 15 રને જીત થઈ છે.
(12:16 am IST)