ખેલ-જગત
News of Thursday, 8th April 2021

મુંબઈ અને હૈદ્રાબાદ ચેમ્પિયનના દાવેદારઃ માઈકલ વોન

ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કર્યું હતું કે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની પલટન જ ફરી બાજી મારી જશે. જો મુંબઈના મહારથી ફોર્મમાં નહીં હોય તો ડેવિડ વોર્નરની નેતૃત્વવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ આ વખતે ટ્રોફી જીતી શકે છે. આઈપીએલમાં આ વખતે પણ મુંબઈ ઈન્ડિયન્સ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. રોહિત શર્માના રૂપમાં એક બેમિસાલ કેપ્ટન ઉપરાંત ટીમમાં એકથી એક ધૂરંધર ખેલાડીઓ છે, એકલે હાથે બાજી પલટી શકે છે.

(3:40 pm IST)