ખેલ-જગત
News of Thursday, 8th April 2021

ધોનીએ એન્ટરટેઈનમેન્ટ કંપની બનાવીઃ એનિમેશન સિરીઝ બનાવશે

સીક્રેટ એજન્ટ 'કેપ્ટન- સેવન'નો લૂક (ભારતનો જેમ્સ બોન્ડ)માહીના લૂક સાથે બંધબેસતો હશે

નવી દિલ્હીઃ વર્લ્ડકલાસ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ એન્ટરટેઈનમેન્ટ કંપની બનાવી છે એ હવે નવી વાત નથી, પણ તેની આ કંપની સાથે મળીને ગુજરાતી ભાવિક વોરા સીક્રેટ એજન્ટ પર આધારિત એનિમેશન સિરીઝ બનાવશે એ વાત બિલકુલ નવી છે. ધોની એન્ટરટેઈનમેન્ટ એન બ્લેક વાઈટ ઓરેન્જ કંપની સાથે મળીને જે એનિમેશન સિરીઝ બનાવશે એનું કામ પણ ઓલરેડી શરૂ થઈ ગયું છે અને આવતા વર્ષે એની પહેલી સીઝન રિલીઝ થવાની છે. મહેન્દ્રસિંહ કહ્યું હતું કે 'સ્ટોરી અને આઈડિયા મને બહુ ગમ્યા એટલે મેં તરત જ આગળ વધવાની પરમિશન આપી દીધી.' સીક્રેટ એજન્ટ 'કેપ્ટન- સેવન'નો  લુક ઓબ્વિયસલી માહીના લુક સાથે બંધબેસતો હશે. કેપ્ટન- સેવક કેવી રીતે દેશની રક્ષા કરે છે અને દેશ પર આવનારી તકલીફોને દૂર કરે છે એ આ એનિમેશન સિરીઝના બેઝમાં રહેશે. કહી શકાય કે આ 'કેપ્ટન- સેવન' આપણો ઈન્ડિયા જેમ્સ બોન્ડ હશે.

(3:38 pm IST)