ખેલ-જગત
News of Thursday, 8th April 2021

મુંબઈની ટીમ મજબૂત પણ દિલ્હી જોરદાર ટકકર આપશેઃ આકાશ ચોપડા

મુંબઈ ઈન્ડિયન્સ ફરી ચેમ્પિયન્સ બનશે એવું લગભગ બધા અત્યારે માની રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે કોમેન્ટેટર આકાશ ચોપરા પણ મુંબઈને એક મજબૂત ટીમ ગણે છે, પણ કહે છે કે આ સીઝનમાં જો કોઈ મુંબઈને ટકકર આપી શકે એમ હોય તો એ છે દિલ્હી. રેગ્યુલર કેપ્ટન શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં દિલ્હી વિશે આકાશ ચોપડા કહે છે કે 'દિલ્હી ટીમ ખૂબ મજબૂત છે અને એ મારી ફેવરિટ ટીમ છે. આઈપીએલ ૨૦૨૧માં જો મુંબઈને કોઈ ટકકર આપી શકે એમ હોય તો એ દિલ્હી જ છે. દિલ્હીમાં શિખર ધવન, રિષભ પંત, પૃથ્વી શો, અજિંકય રહાણે, રવિચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ જેવો અનુભવી સ્પિનર પણ ટીમમાં છે.'

(3:36 pm IST)