ખેલ-જગત
News of Wednesday, 8th April 2020

ઓસ્ટ્રેલિયાના માઈકલ કલાર્કે પસંદ કર્યા વિશ્વના સાત મહાન બેટ્સમેન : બે ભારતીયોનો સમાવેશ

ઓસ્ટ્રેલિયાના માત્ર એક બેટ્સમેનને સ્થાન

મુંબઈ : ઓસ્ટ્રેલિયાના સફળ કેપ્ટનોમાંથી એક માઈકલ કલાર્કે દુનિયાના સાત મહાન બેટ્સમેનોને પસંદ કર્યા છે. ઓસ્ટ્રેલિયાને ૨૦૧૫ માં વર્લ્ડ કપ જીતનાર માઈકલ કલાર્કે પોતાની ટીમ માટે ઘણી યાદગાર ઇનિંગ રમી છે. માઈકલ કલાર્કે જે સાત બેટ્સમેનોની લીસ્ટ બનાવી છે, તેમાં તેમને તે બેટ્સમેનોને પસંદ કર્યા છે જેની સાથે તે રમ્યા છે.  તેમાં તેમણે ઓસ્ટ્રેલિયાના માત્ર એક બેટ્સમેનને જગ્યા આપી છે.

માઈકલ કલાર્કે બીગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટને આપેલ પોતાના ઈન્ટરવ્યું દરમિયાન જે સાત બેટ્સમેનોને પસંદ કર્યા છે, તેમાં બે ભારતીય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વર્તમાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે. આ બંને સિવાય તેમને પોતાની લીસ્ટમાં બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, કુમારા સંગાકારા, જૈક કાલીસ અને એબી ડી વિલિયર્સને પસંદ કર્યા છે.

માઈકલ કલાર્કે સચિન તેંડુલકરના વિશે વાત કરતા કહ્યું છે કે, તેમને આઉટ કરવા મોટો પડકાર હતો અને તે ટેકનીક રૂપથી ઘણા સક્ષમ હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે તેમણે કહ્યું હતું કે, તેમની આક્રમક રમત તેમને સૌથી અલગ બનાવે છે અને ક્રિકેટના દરેક ફ્રોમેટમાં તે બેસ્ટ છે ખાસ કરીને વનડે અને ટી-૨૦ ક્રિકેટમાં તેમનો કોઈ જવાબ નથી. તેના સિવાય તેમને વિરાટ કોહલીને વર્તમાન સમયમાં ક્રિકેટના ત્રણે ફ્રોમેટના સર્વશ્રેષ્ઠ ખેલાડી બતાવ્યા છે.

(1:02 pm IST)